Mrs. Alpa J. Desai

દીકરી એટલો વ્હાલની વારસદાર. આજે સમગ્ર વનિતા વિશ્રામ આ દીકરીઓને યોગ્યતમ શિક્ષણ આપી એમને સ્વાવલંબી બનાવીને નારી ઉત્થાન માટે સતત પ્રચત્નશીલ છે.

દીકરીઓ ઘરમાંથી પા-પા પગલી પાડીને શાળાના ઉઘ્યાન જેવા વાતાવરણમાં ડગ માંડે છે ત્યારે વિઘ્ધ્કુંજમાં ખરેખર ફૂલડે ફૂલડે વિહરતા પતંગિયા પ્રવેશ્યા હોય આવું વાતાવરણ સર્જાય છે.

દીકરીઓ આત્મવિશ્વાસ, ખેલદિલી, સામાજીકતા, મૈત્રીભાવ, સંસ્કાર અને મુખ્યતવે બાળપણને ખરા અર્થમાં અનુભવી શકે અતે એના માનસસપટ પર ચિરસ્મરણીય રહે એ હેતુસર શ્રીમતી પી.ડી. વિઘાકુંજ વનિતા
વિશ્રામ પરિવાર સતત જાગૃત સને પ્રયત્નશીલ રહે છે. તમામ વિષયનું બાળકોની વયમર્યાદા ઘ્યાનમાં રાખીને કુશળ શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ, શિક્ષણત્તર પ્રવુત્તિઓ જેવી કે પ્રોજેક્ટ્સ, તહેવારની અને અલગ અલગ દિવસો ની ઉજવણી, હરીફકાઈઓ, પ્રવાસ, સમર કેમ્પ, રમતોત્સવ, વાર્ષિક સાંસ્કૃતિક કાર્યકમ, બાળ પદવી અર્પણ પર્વ, શિક્ષણ મેળો, કસરત, યોગ, આતરશાળા હરીફાઈમાં ભાગ લેવડાવીને ઘડતર સાથે ભણતર
આપવામા આવે છે.

ઉપરોકત તમામ આયોજનમાં વનિતા વિશ્રામ સંસ્થાના ચેરએન શ્રી ડો. પ્રદીપભાઈ દેસાઈ, વાઈસ ચેરમેનશ્રી અશ્વિનભાઈ મહેતા, માનદ્‌ મંત્રીશ્રી હરેશભાઈ મહેતા અને શ્રી ડો. એસ. કે. મોર્હંતીનું અમને સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને બાળલક્ષી વિચારોનું ચોગ્યતમ પ્રેરકબળ મળતું રહું છે. જેના માટે હુ અંતઃ કરણ થી સૌની આવભારી છું. કાર્યક્ષમ શિક્ષક્ગણ, મુખ્ય કાર્યાલય કર્મચારી ગણ, બિન શૈક્ષણીક કર્મચારી અને વાલીઓના સ્નેહપૂર્ણ સહકારથી વિઘ્યાકુજ રૂપી બાળલાક્રી કાર્યો હારા વનિતા વિશ્રામ હંમેશા મહેકતું રેહશે. આ કાર્યરુપી મહેક ચોમેર પ્રસરે અને શાળાનું નામ શિક્ષણ જગતમાં ગુંજતું રહે એવી અવિનાશી ને અભ્યાર્થના…
શ્રીમતી અલ્પા દેસાઈ
(આચાર્યા)